સાયબા મને નીદરડી [Sayba Mane Nindardi]
સાયબા મને નીદરડી [Sayba Mane Nindardi]
હે..કે સાયબા મને નીદરડી ના આવે રે
કે સાયબા તારા સોરલીયા સતાવે રે
કે સાયબા મને નીંદરડી ના આવે રે
કે સાયબા તારા સોરલિયા સતાવે રે
ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો
હવે મૈયર માં મનડું નથી લાગતું
હવે મૈયર માં મનડું નથી લાગતું
હે ગોરી એવી જાનું રૂડી જોડાવું રે
પણે રૂડું પાનેતર ઓઢાડું રે
હે ગોરી એવી જાનું રૂડી જોડાવું
પણે રૂડું પાનેતર ઓઢાડું રે
ઓ સાજણા તને થાય શું અલી કેને તું
કાં મૈયર માં મનડું નથી લાગતું
હવે મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિતુ ની ઘેલી
ઓ પ્રિતુ ના ઘેલુડા
અરે ઓ પ્રિતુ ની ઘેલી
ઓ પ્રિતુ ના ઘેલુડા
હે..પાલવડા માં મોરલિયો થઇ મીઠું મીઠું કાં બોલે
હો હો હો હો.. મીઠું મીઠું કાં બોલે રે
લાખણી તારા કેડના લટકે મનડું મારુ ડોલે
હો હો હો હો…મનડું મારુ ડોલે
હો હો હો હો…કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે
કે મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે
કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે
મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે
ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો
હવે મૈયર માં મનડું નથી લાગતું
કાં મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિતુ ના ઘેલા
ઓ પ્રિતુ ની ઘેલુડી
અરે ઓ પ્રિતુ ના ઘેલા
ઓ પ્રિતુ ના ઘેલુડી
એ…મનની વાતો શાને કરે છે શાને ઘેલી થઇ ફરે
હો હો હો હો…અલી શાને ઘેલી થઇ ફરે રે
આ સોળ વરસ ના જોબન ડાળે કોયલ ટહુકા કરે
હો હો હો હો…ઓલી કોયલ ટહુકા કરે
રૂડે એવો માંડવડો રોપાવું રે
પરણી મેડિયે તને લઇ જાવું રે
રૂડા એવો માંડવડો રોપાવું
પરણી મેડિયે તને લઇ જાવું રે
ઓ સાજણા તને થાય શું અલી કે ને તું હો
કાં મૈયર માં મનડું નથી લાગતું
હા મૈયર માં મનડું નથી લાગતું
ઓ રતન રંગીલી
ઓ રૂપાળા રામલા
ઓ રતન રંગીલી
ઓ રૂપાળા રામલા